જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે મૅનેજમૅન્ટની જરૂરિયાત હોય છે. આજના હરીફાઈભર્યા જીવનમાં મૅનેજમૅન્ટનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. યોગ્ય મૅનેજમૅન્ટનો અમલ તમારી આવક તો વધારે જ છે, પણ એ ઉપરાંત તમારા વ્યવસાયની પ્રતિષ્ઠા, વિકાસ, આયોજન અને સુરક્ષામાં પણ વધારો કરે છે.
ચાણક્ય – વિશ્વ સંસ્કૃતિના એક એવા યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક છે.
આ પુસ્તકમાં રજૂ થયેલા મૅનેજમૅન્ટ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે. આ નાના નાના સિદ્ધાંતોનો અમલ કરતી વ્યક્તિ સફળ થશે જ તેની ગૅરંટી છે. એટલે જ ૨૩૦૦ વર્ષ પહેલાં ચાણક્યએ રચેલા મૅનેજમૅન્ટના એવા શાશ્વત સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતા આ પુસ્તકનું નામ છે ચાણક્યમૅન્ટ.
0 average based on 0 reviews.
5 star | 0 | |||
4 star | 0 | |||
3 star | 0 | |||
2 star | 0 | |||
1 star | 0 |
This site is only for demonstration purposes. All images are copyrighted to their respective owners. All content cited is derived from their respective sources. DMCA Complaint please Email us to takedown.