લીલ્લમ લીલ્લો લીલીયો

લીલ્લમ લીલ્લો લીલીયો

by Manhar Oza
Category: Action & Adventure
Language: Gujarati

Synopsis

પૂર્ણા નદી પાસે આવેલાં ડાંગના જંગલોમાં એક રાત્રે આકાશમાંથી કોઈ અજાણ્યા ગ્રહ ઉપરથી એક યાન આવે છે. ચોમાસાની સીઝન હોવાથી મુશળધાર વરસાદ વરસતો હોય છે. ઉંચે આકાશમાં યાન સ્થિર થાય છે. તેમાંથી એક એલીયન નીચે કુદી પડે છે. ઝાડ પરથી પડતો આખડતો તે નીચે પડે છે. તેને છોડીને યાન પાછું જતું રહે છે. એલીયન ઊભો થઈને ચાલવા લાગે છે. થોડુક ચાલ્યા પછી તે નિશ્ચેત થઈને ઢળી પડે છે. પૂર્ણા નદીના કિનારે 'કામથ લેબોરેટરી' આવેલી છે.

આ લેબોરેટરીની સ્થાપના ડોક્ટર કામથે કરી છે. કામથ પોતે સાયન્ટીસ્ટ છે. તેઓ પશુઓ પર અવનવા પ્રયોગો કરીને દવાઓનું સંશોધન કરતાં હોય છે. તેમની સાથે આસિસ્ટન્ટ તરીકે વલ્લરી અને વિજય કામ કરે છે. તેઓ બંને પણ ડોક્ટર છે. ત્રણેય જણા આ લેબોરેટરીના મકાનમાં જ રહેતા હોય છે. ડોક્ટર કામથ તેમના સાથીઓ સાથે મળીને કેટલાંક ગેરકાયદે કામો પણ કરતા હોય છે. તે દિવસે વહેલી સવારે ડોક્ટર કામથ અને વિજય તેમની કારમાં સુરત જવા નીકળે છે. રસ્તામાં તેમને માણસ જેવું કોઈ દેખાય છે. કામથને ખબર પડી જાય છે, કે તે એલીયન છે. કામથ અને વિજય તેને કારમાં નાખીને તેમની લેબોરેટરીમાં લઇ આવે છે અને તેને બેહોશીનું ઇન્જેક્શન આપીને લેબોરેટરીમાં બાંધી દે છે.

કામથ, વિજય અને વલ્લરી એલીયનનો લાભ ઉઠાવીને તેના દ્વારા કરોડો રૂપિયા કમાવાનો પ્લાન બનાવે છે. શ્રીયા અને ઝકિયા અમદાવાદમાં રહે છે. બંને હાઈસ્કુલમાં ભણે છે. શ્રીયા ભણવામાં હોંશિયાર છે. તેને સાયન્સમાં રસ હોવાથી તેણે સાયન્સ રાખ્યું છે. ઝકિયા શ્રીયાની ખાસ ફ્રેન્ડ છે. બંને એકજ સ્કુલમાં ભણે છે. ઝકિયાને રમતોમાં રસ છે. તાલુકા, જીલ્લા અને રાજ્ય લેવલની હરીફાઈઓમાં તે તેની સ્કુલ તરફથી ભાગ લે છે. પાર્થ શ્રીયાના મામાનો દીકરો છે. તે નવમા ધોરણમાં ભણે છે. વેકેશનમાં તે તેની ફોઈના ઘરે આવ્યો છે. શ્રીયા અને પાર્થના આગ્રહથી શ્રીયાના મમ્મી-પપ્પા તેમને ડાંગ ફરવા લઇ જાય છે. તેમની સાથે ઝકિયા પણ જોડાય છે. શ્રીયાના પપ્પા તેમની એસ.યુ.વી. ઈનોવા કારમાં બધાંને લઈને નીકળે છે. તેમણે ડાંગમાં આવેલાં 'મહાલ ઇકો કેમ્પ'માં ત્રણ દિવસનું બુકિંગ કરાવી દીધું છે. રસ્તામાં મોજ-મસ્તી કરતાં, સફરનો આનંદ લેતાં પાંચે જણ મહાલ કેમ્પમાં પહોંચે છે. રૂમમાં સામાન મુકીને ત્રણેય બાળકો ફરવા નીકળે છે.

કેમ્પ સાઈટની પાછળ આવેલું ઝરણું જોઇને તેઓ પ્રફુલ્લિત થાય છે. ઝરણાનું મૂળ શોધવાં ત્રણેય એકલા જંગલમાં આગળ વધે છે. તેઓ ખુબ દૂર ચાલ્યા જાય છે. સાંજ ઢળી ગઈ હોવાથી તેઓ રસ્તો ભૂલી જાય છે. જંગલમાં આમતેમ અથડાતા તેઓ આગળ વધે છે. ત્યાં તેમનો સામનો દીપડા સાથે થાય છે. ઝકીયાની બહાદુરીથી દીપડો ઘાયલ થાય છે. ત્રણેય બાળકો ત્યાંથી ભાગે છે. જંગલમાં ભૂખે તરસે રખડતાં રખડતાં તેઓ 'કામથ લેબોરેટરી'માં આવી પહોંચે છે. ત્રણેય બાળકો સંતાઈને રસોડામાં ઘૂસે છે. ફ્રીઝમાંથી તેઓ ફ્રુટ્સ લઈને ખાય છે. ત્યાંથી અનાયાસે તેઓ ભોંયરામાં આવેલી લેબોરેટરીમાં આવે છે. ત્યાં એલીયનને બંધાયેલો જોઇને તેમને નવાઈ લાગે છે. શ્રીયા અને ઝકીયા તેને છોડાવવાનું વિચારે છે. પાર્થને તે રાક્ષસ લાગે છે. તે તેને છોડાવવાની ના પાડે છે. શ્રીયા અને ઝકિયા એલીયનના મ્હોમાં પાણી રેડે છે. થોડીવારે તે ભાનમાં આવે છે. એલીયનને સાંકળોથી બાંધીને તાળું મારેલું હોય છે. તે લોકો ચાવીઓ શોધે છે પણ મળતી નથી. તેવામાં એલીયન પોતાના બળથી સાંકળો તોડી નાખે છે. તે સમયે વલ્લરી એકલી જ તેના રૂમમાં હોય છે.

કામથ અને વિજય સુરતમાં કામ અર્થે ગયા હોય છે. વલ્લરી અવાજ સાંભળીને લેબોરેટરીમાં દોડી આવે છે. એલીયનને છુટ્ટો જોઇને તે ચમકે છે. પાર્થને બાનમાં લઇને તેને મારી નાખવાની ધમકી આપીને, શ્રીયા અને ઝકીયાને એલીયનને બાંધી દેવાનું કહે છે. તેઓ એલીયનને સમજાવીને ટેબલ પર બેસાડે છે. વલ્લરી તેને ઇન્જેક્શન આપવા જાય છે, તે જ સમયે એલીયન વલ્લરીનો હાથ પકડી લે છે અને તેને સાંકળથી બાંધી દે છે. તે પછી ત્રણેય બાળકો અને એલિયન ત્યાંથી જંગલમાં ભાગી જાય છે. જંગલમાં એલીયન બાળકોને તેનો પરિચય આપે છે. એલીયન પૃથ્વીથી 1837 પ્રકાશવર્ષ દૂર આવેલો MP212 નામના ઉપગ્રહ પરથી આવ્યો હતો. તેનું નામ MP0001M0202 હતું. બાળકોને આ નામ યાદ રાખવું મુશ્કેલ હતું એટલે પાર્થ તેનું નામ 'લીલીયો' રાખ્યુ. આમ પણ એલીયનની ચામડી લીલા રંગની હતી. બાળકોને એલીયન તેમના દેશની વાતો કહે છે. એલીયનના માથામાં કોમ્પ્યુટર જેવું યંત્ર લગાવેલું હતું, જેમાં લેન્ગવેજ ટ્રાન્સલેટર હોવાથી લીલીયો ગુજરાતી ભાષામાં વાત કરે છે.


User Rating

0 average based on 0 reviews.

5 star
0
4 star
0
3 star
0
2 star
0
1 star
0
Sign In To Write A Review
Name :
Comment :
Comments on This Book
DISCLAIMER

This site is only for demonstration purposes. All images are copyrighted to their respective owners. All content cited is derived from their respective sources. DMCA Complaint please Email us to takedown.

Contact Us
Copyright © 2018-2021 Myritebook All Rights Reserved.